મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘર પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર

અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદના બાપુનગરમાં આવેલા ગરીબનગરમાં બુટલેગરના ઘરે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી

પોલીસે અસામાજીક ત્તત્વો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રોન કેમેરા વડે પણ સખ્ત દેખરેખ રાખવામાં આવી હતી. 

આ પણ વાંચો: પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ કાંડ મામલે હાઈકોર્ટની કઠોર ટકોર, જાણો શું છે સમગ્ર મામલો

 પોલીસ તંત્રે સખ્ત કાર્યવાહી કરી

 મળતા અહેવાલ પ્રમાણે 18મી ડિસેમ્બરે પોલીસ પર હુમલાની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ રીલ વાયરલ થયા બાદ પોલીસ તંત્રે સખ્ત કાર્યવાહી કરી હતી.

આરોપી વિરુદ્ધ 15 ગુના દાખલ

મહોમદ સરવર ઉર્ફે કડવોના ઘરે ડીમોલેશન કાર્યવાહી કરવામાં આવી.આરોપીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ 15થી વધુ ગુના દાખલ થયેલા છે.

આ સમાચાર શેર કરો