VIDEO: સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, સ્થાનિકોએ કર્યો પોલીસની મિલિભગતનો આક્ષેપ
રેન્દ્રનગરના આવારા લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા છે. રતનપર વિસ્તારમાં આવરા તત્ત્વોના આંતકથી ત્રાસેલી મહિલાઓ DIG
રેન્દ્રનગરના આવારા લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા છે. રતનપર વિસ્તારમાં આવરા તત્ત્વોના આંતકથી ત્રાસેલી મહિલાઓ DIGને રજુઆત કરવા પહોંચી હતી. રતનપર વિસ્તારમાં ધાડની ઘટનામાં 23 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ આવારા તત્વો દ્વારા ઘરમાં તોડફોડ કરવામાં આવતી હોવાનું પણ મહિલાઓએ રજુઆત દરમ્યાન જણાવ્યું હતું.
DIGને રજુઆત કરવા પહોંચેલી મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, અમને માર્યા અમારી ફરિયાદ સાંભળતા જ નથી. બુલેટ તોડી નાંખી. ઘરમાં પથરા પડ્યા છે.
પોલીસે મહિલાને માર મારી અને બંધુક દેખાડી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે મહિલાએ કહ્યું કે, ફરિયાદમાં જે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે લોકો અન્ય કામ પર હોવાનું જણાવામાં આવ્યું અને તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા. સાથે આ ઘટનામાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.





