સુરેન્દ્રનગર: મુળી પાસે દ્વારકા પોલીસવાનને અકસ્માત નડ્યો, મંદિરમાં વાન ઘુસી ગઈ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મુળી નજીક ભાડુકા ગામની પાસે દ્વારકાની પોલીસવાનનો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મુળી નજીક ભાડુકા ગામની પાસે દ્વારકાની પોલીસવાનનો અકસ્માત નડ્યો હતો. ભાડુકા બોર્ડ પાસે આવેલ મેલડીમાંના મંદિરના ગેટને તોડીને દેવભૂમિ દ્વારકાની પોલીસ વાન ઘુસી ગઈ હતી. જોકે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તે હજું સામે આવ્યું નથી.
દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડરની વાન હોવાનું સામે આવ્યું
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડરની ગાડી હોવાનું સામે આવ્યું છે. સાયલા પોલીસ આ બનાવથી અજાણ છે. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.




