મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, દીનદહાડે વોચમેનને ઢોર માર

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, જેનું તાજું ઉદાહરણ અલથાણ વિસ્તાર

તસવીર: gstv

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, જેનું તાજું ઉદાહરણ અલથાણ વિસ્તારમાં આવેલ અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં જોવા મળ્યું છે. અહીં શુક્રવારે છ થી સાત અસામાજિક તત્વો દ્વારા એક નિર્દોષ વોચમેનને બેરહેમીપૂર્વક ઢોર માર મારવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. આ હુમલા દરમિયાન કેટલાક યુવાનોએ 'ઝેપટો' (Zepto) કંપનીની ટી-શર્ટ પહેરેલી હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આરોપીઓએ વોચમેન પર ખુરશી ઉંચકીને જીવલેણ હુમલો કરવા ઉપરાંત લાફા અને ઢીકમુક્કીનો આડેધડ માર માર્યો હતો. પોલીસ પેટ્રોલિંગના મોટા દાવાઓ છતાં દીનદહાડે બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે અને આવા બેફામ બનેલા અસામાજિક તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો