VIDEO: સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ડાઈંગ મિલ માફિયાઓ બેફામ, રસ્તાઓ પર ફરી વળ્યા કલરયુક્ત પાણી!
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે બીજી તરફ ડાઈંગ મિલ માફિયાઓ બેફામ બન્યા છે. શહેરના ભાઠેના વિસ્તારમાં મિલો દ્વારા રસાયણયુક્ત અને કલરવાળું દૂષિત પાણી સીધું ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે. ગટરો ઉભરાતાં આ ઝેરી કલરયુક્ત પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગંભીર રોગચાળો ફેલાવાનો મોટો ભય ઊભો થયો છે. આ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બનેલા નાગરિકોમાં ત્વચા અને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જીપીસીબી અને સુરત મહાનગરપાલિકાની મિલીભગતને કારણે આ મિલ માલિકો સામે કોઈ આકરાં પગલાં ન લેવાતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.




