મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં ક્રેન સર્વિસની દુકાનમા લાગી ભયાવહ આગ, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક

સુરતમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક દુકાનમાં આગ લાગી ગઈ હતી. સ્પાર્કથી શરૂ થયેલી

સુરતમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક દુકાનમાં આગ લાગી ગઈ હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગે ભયાવહ સ્વરૂપ ઘારણ કર્યું હતું. જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે સદનસીબે દુકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ દુકાનનું ફર્નિચર અને સ્પેર પાર્ટ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. 

આ પણ વાંચોઃપ્રાંતિજમાં કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત, વીજ લાઇનમાં પતંગ કાઢવા જતા બની ઘટના

મધરાતે લાગી આગ

ઉધના રોડ નં-૬ ખાતે એચ.એસ.પટેલ ટેમ્પો એન્ડ ક્રેઈન સર્વિસ નામની દુકાન આવેલી છે. આ બંધ દુકાનની અંદર મધરાત્રે એકાએક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ થોડી જ વારમાં બેકાબુ બની હતી અને આખી દુકાનમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા ઉધના, ભાઠેના તથા મજુરા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો.

ટાયરો પણ થયા ખાક

દુકાનના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ફાયરની ટીમ સ્થળ ઉપર પહોચી ત્યારે આગ આખી દુકાનની અંદર તેમજ બહાર ફેલાઈ ગઈ હતી. આગમાં તમામ ફર્નીચર, પરચુરણ સામાન તથા દુકાનની બહાર રાખેલા ક્રેનનાં ટાયરો પણ ખાખ થઈ ગયા હતાં. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી એકાદ કલાકની કામગીરી બાદ આગને કાબુમાં કરી લીધી હતી. જોકે દુકાનબંધ હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

આ સમાચાર શેર કરો