મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોંડલમાં લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, નમૂના FSLમાં તપાસ અર્થે મોકલાયા

ગોંડલના ગોમટા ચોકડી પાસે એસઓજીની ટીમે કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડમાંથી શંકાસ્પદ ઘી

સોર્સ: GSTV

 ગોંડલના ગોમટા ચોકડી પાસે એસઓજીની ટીમે કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. 150 લિટર છૂટું ઘી અને 108 લિટર 'પ્રસંગ દેશી ગાયનું ઘી' જપ્ત કરી નમૂના લેબ ટેસ્ટ અર્થે મોકલાયા છે. SOG અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ રૂપિયા 1.59 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. સંચાલક મુકેશ બાલધાની પૂછપરછ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો