મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દૂધના ભાવફેર અને અન્યાયી બોનસ સામે સુરેન્દ્રનગરના પશુપાલકો આક્રમક મૂડમાં

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો હાલમાં ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્ય

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો હાલમાં ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સુરસાગર ડેરી દ્વારા અન્ય જિલ્લાઓની સરખામણીએ માત્ર પાંચ ટકા જેવું નજીવું બોનસ આપવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીના કારણે ખોળ અને લીલાચારાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેમ છતાં પશુપાલકોને મળતા દૂધના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત, દૂધના ભાવફેરની ચૂકવણી પણ અટકાવી દેવાતા પશુપાલકો આર્થિક ભીંસમાં મુકાયા છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા પશુપાલકોએ હવે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. જો સત્વરે યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ અને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પશુપાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો