Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Sabardairy Controversy: Huge fury among cattle farmers as general increase in milk prices is announced

VIDEO:સાબરડેરી વિવાદ: દૂધના ભાવમાં સામાન્ય વધારો જાહેર થતાં પશુપાલકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શ્વેતક્રાંતિના ગઢ ગણાતા સાબરકાંઠામાં સાબરડેરીના વલણ સામે પશુપાલકો રાતાપાણીએ રોઈ રહ્યા છે. ખાણ-દાણ અને ઘાસચારાના ભાવ આભને આંબી રહ્યા છે, ત્યારે ડેરીએ કિલો ફેટ પર આખા વર્ષમાં માત્ર ૧૨ રૂપિયાનો નજીવો વધારો કરતા પશુપાલકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. સામે પક્ષે પશુ આહાર 'સાબરદાન'માં સીધો ૩૦૦ થી ૪૦૦ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. વળી, સહકાર વિભાગના નિયમોને નેવે મૂકીને, સાધારણ સભા બોલાવ્યા વગર જ સત્તાધીશોએ બંધ બારણે ૫૬૦ કરોડનો નફો જાહેર કરી દેતા મોટો વહીવટી ભોપાળો સામે આવ્યો છે. અન્યાયી નીતિઓ સામે હવે પશુપાલકો આરપારની લડાઈના મૂડમાં છે.

App Store