VIDEO : ભરૂચના ટ્રાયબલ વિસ્તારમાં 50 હજાર હેક્ટર જમીન થશે હરિયાળી, 20 ગામોના ખેડૂત આગેવાનોની સરકારમાં સફળ રજૂઆત
ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વાર
ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈના પાણી મુદ્દે રાજ્યના જળસંપત્તિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા પિંગોટ, બલદવા, ઘાટા અને દોલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવાયું હતું. આ કામગીરીથી ટ્રાયબલ વિસ્તારમાં 50 હજાર હેકટરથી વધુ જમીનને સિંચાઈનું પાણી મળવાની આશા વ્યક્ત કરાઈ છે. કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા રૂ. 142 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.


