મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં મુરલીધર નર્સિંગ કોલેજમાં ચાલુ પંખો નીચે પડતા ત્રણ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત, સંચાલકો સામે રોષની લાગણી

રાજકોટના ભાવનગર રોડ પર ત્રંબા નજીક આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં મોટી દુર્ઘટ

તસવીર: gstv

રાજકોટના ભાવનગર રોડ પર ત્રંબા નજીક આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સવારે લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીઓ પર અચાનક ચાલુ પંખો નીચે પડતા ત્રણ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બિલ્ડિંગની જર્જરિત હાલતને લઈને વિદ્યાર્થીનીઓએ સંચાલકો સામે ભારે રોષ ઠાલવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસે આ મામલે સંચાલકો વિરુદ્ધ કડક એક્શન લેવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો