VIDEO: રાજકોટમાં સતત વધી રહેલા તાપમાનને પગલે આરોગ્ય તંત્ર સાબદું, સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ કાર્યરત
રાજકોટમાં સતત વધી રહેલા તાપમાન અને હિટવેવની સ્થિતિને જોતા સિવિલ હોસ
રાજકોટમાં સતત વધી રહેલા તાપમાન અને હિટવેવની સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ગરમીના કારણે હિટસ્ટ્રોકનો ભોગ બનતા દર્દીઓ માટે હોસ્પિટલ ખાતે ખાસ 20 બેડની સુવિધા ધરાવતો સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં હિટસ્ટ્રોકને લગતી તમામ આવશ્યક દવાઓ, ઇન્જેક્શન અને આધુનિક સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગંભીર અવસ્થામાં આવતા દર્દીઓની સારવાર માટે તબીબો અને નર્સિંગ સ્ટાફની ખાસ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે, ગઈકાલે હિટસ્ટ્રોકની સારવાર લઈ રહેલા એક દર્દી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.


