VIDEO/ રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ પાસે દૂધની પીકઅપ પલટી, એકનું મોત અને 11 ઈજાગ્રસ્ત
રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દૂધના ક
રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દૂધના કેન ભરેલી એક પીકઅપ બોલેરો અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 55 વર્ષીય ભીમાભાઈ અમરસિંહભાઈ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે.અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આજીડેમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.


