મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોડી રાત સુધી DJ વગાડનારા સામે પોલીસની કડક કાર્યવાહી

નવસારીમાં તહેવારોના નામે મોડી રાત સુધી ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગણે

તસવીર: gstv

નવસારીમાં તહેવારોના નામે મોડી રાત સુધી ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગણેશ આગમન દરમિયાન પરવાનગીના સમય બાદ પણ ડીજે વગાડવા અને જાહેર માર્ગ પર લાંબા સમય સુધી વાહનો રોકી ટ્રાફિક જામ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે નગરસેવિકાના પુત્ર મયૂરભાઈ નરેશભાઈ કહાર અને ડીજે સંચાલક પ્રતિક કિરણભાઈ રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. પોલીસે એપલ લેપટોપ, એમ્પ્લીફાયર, મિક્સર અને 8 સ્પીકર સહિત કુલ રૂ.93 હજાર 700નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તહેવારો દરમિયાન પરવાનગીના સમય બાદ ડીજે વગાડનારાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો