VIDEO: યુરિયા ખાતરની અછતને કારણે દાહોદમાં મોડી રાતથી કતારો લગાવી રહ્યા છે ખેડૂતો
દાહોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા માટે ગ્રામ્ય વિ

દાહોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોની મોડી રાતથી જ લાંબી કતારો લાગી રહી છે. ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલાક ખેડૂતો છેલ્લા બેથી ત્રણ દિવસથી સતત ધક્કા ખાવા છતાં પૂરતો જથ્થો મેળવી શક્યા નથી. સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી રહી છે. યુરિયા ખાતરની આ અછતને કારણે અન્નદાતાઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નક્કર પગલાં ભરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે.




