VIDEO: અયોધ્યા રામ મંદિર ચોરી મુદ્દે વીએચપી અધ્યક્ષનું નિવેદન
નવસારીની મુલાકાતે આવેલા વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યા રામ મંદિર

નવસારીની મુલાકાતે આવેલા વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં થયેલી ચોરીના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ ગુનામાં સામેલ તમામ દોષિતોને સખત સજા ફટકારવાની માંગ કરી છે. આલોક કુમારે જણાવ્યું કે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આ વર્ષના અંત સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ. કમિશન અને કૌભાંડના રાજનૈતિક આક્ષેપો અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રસ્ટે સોના-ચાંદીની વિગતો સાર્વજનિક કરી દીધી છે. ચંપત રાય સામેના આક્ષેપો અંગે તેમણે પોલીસ તપાસ અને દોષ સાબિત થ્યે દંડ કરવાની તરફેણ કરી છે.




