મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કારડીયા રાજપૂત સમાજના 4 ધારાસભ્ય હોવા જોઇએ! સામાજિક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાનું નિવેદન

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આજે કારડીયા રાજપૂત સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ પણ હ

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આજે કારડીયા રાજપૂત સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ પણ હાજરી આપી હતી. સામાજિક કાર્યક્રમમાં તેમણે એક નિવેદન આપ્યું કે, ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 4 ધારાસભ્ય હોવા જોઇએ, હાલ માંડ 2 ધારાસભ્ય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં મંગળવારે કારડીયા રાજપૂત સમાજનો એક સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ રાજકીય નિવેદન આપ્યું હતું. અભય ચુડાસમાએ કહ્યું કે, 'ગુજરાતમાં આપણા કારડીયા સમાજની સંખ્યા જોતા 4 ધારાસભ્ય જીતવા જોઈએ. પણ માંડ માંડ બે આવે છે. એના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ. એટલું જ નહીં સરકારમાં છેલ્લી બે ટર્મથી આપણા સમાજના એક પણ મંત્રી નથી, આપણે એક ન હોવાથી આવું થઇ રહ્યું છે.'

તમને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં IPS અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ત્યારે આજે તેમણે આપેલા એક નિવેદનની ભારે ચર્યાઓ થઈ રહી છે.

આ સમાચાર શેર કરો