મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં કલર કામ કરતા આધેડના પુત્રએ બોર્ડમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા, પરિવારમાં ખુશીનો માહોલ

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ-10 પરિણામ જાહેર કર્યું છે. મળતા અ

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ-10 પરિણામ જાહેર કર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે બોર્ડનું આ વર્ષે  88.03% જેટલું પરિણામ આવ્યું છે.  કહેવત છે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય, રાજ્યમાં ધોરણ-10 બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

સમીર ગોહિલે જણાવ્યું કે, 600માંથી 593 માર્કસ મેળવ્યા

ત્યારે GSTVની ટીમે દેવભાષા સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર તેમજ 99 પોઈન્ટ 99 પર્સેન્ટાઈલ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.આ સિદ્ધિ હાંસેલ કરનાર વિધાર્થી સમીર ગોહિલે જણાવ્યું કે, પોતે600માંથી 593 માર્કસ મેળવ્યા છે.

સાયન્સ, સોશિયલ સ્ટડી, ઈંગ્લિશ તેમજ સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.સમીરના પિતા ફર્નિચરની ફેક્ટરીમાં કલર કામ કરે છે.માતા- પિતાનું સ્વપ્ન હતું કે હું બોર્ડમાંપ્રથમ આવું, જે આજે પૂરું કર્યું છે. આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. ભવિષ્યમાંIITબોમ્બેમાં એડમિશન મેળવવું છે.

આ સમાચાર શેર કરો