મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવનારના દિકરાએ ધોરણ-12 કોમર્સમાં 98.77 ટકા મેળવ્યા

ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સ

ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજકોટમાંથી પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો

રાજકોટમાંથી પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય ખાણીપીણીની લારી ચલાવનારનો દિકરો સારા માર્કે ધોરણ-12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે.

સુજલને 12 કોમર્સમાં 98.77 પર્સન્ટેજ આવ્યા

આ વિદ્યાર્થીનું નામ સુજલ દેવાણી છે. સુજલને 12 કોમર્સમાં 98.77 પર્સન્ટેજ આવ્યા છે. તો બીજી તરફ સુજલે કોઈપણ ટ્યુશન કે ક્લાસ કર્યા વગર દિવસ રાત તનતોડ મહેનત કરીને માર્ક્સ મેળવ્યા છે. સુજલના માતા-પિતાને પણ તેના પર ગર્વ છે. સુજલનું સપનું UPSC ક્રેક કરવાનું છે. 

આ સમાચાર શેર કરો