Video: નસવાડી નજીક હાઈવેના કામમાં ભ્રષ્ટાચારની ગંધ, પાણીનો નિકાલ કર્યા વગર જ નંખાઈ રહ્યો છે કોંક્રિટ!
નસવાડી નજીક 1200 કરોડના ખર્ચે ધામસિયાથી જંબુ ગામ સુધી ફોરલેન હાઈવે બની રહ્યો છે,

નસવાડી નજીક 1200 કરોડના ખર્ચે ધામસિયાથી જંબુ ગામ સુધી ફોરલેન હાઈવે બની રહ્યો છે, પરંતુ આ કામમાં સ્થાનિકોને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આ હાઈવે આરસીસીનો બનાવાઈ રહ્યો છે. પરંતુ દ્રશ્યો જોતા લાગે નહીં કે આ હાઈવેની કામગીરી ચાલી રહી છે કે સામાન્ય રસ્તો બનાવવાની? આરસીસી કોંક્રિટ પાણીનો નિકાલ કર્યા વગર જ નંખાઈ રહ્યો છે. સિમેન્ટ જ પાણીમાં ધોવાઈ જતો હોય તો તે કામગીરીની ગુણવત્તા કેટલી યોગ્ય ગણાય. મજૂરોના ભરોસે કામગીરી ચાલી રહી છે. કામગીરી સ્થળ ઉપર કોઈ ઇજનેર કે સુપરવાઇઝર નથી. કામગીરીમાં વેઠ ઉતારાઈ રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જાહેરાત








