મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખાડાને થીગડા મારવા આવેલા SMCના અધિકારી અને કર્મચારીઓને ભાગવું પડ્યું

SURAT: ડુમસ ભીમપોર ગામમાં રોડ પર પડેલા ખાડાને થીગડા મારવા માટે ગયેલ SMCના અધિકારી અને કર

SURAT: ડુમસ ભીમપોર ગામમાં રોડ પર પડેલા ખાડાને થીગડા મારવા માટે ગયેલ SMCના અધિકારી અને કર્મચારીઓને ભાગવાનો વારો આવ્યો હતો. ભીમપુર ગામના રહેવાસીઓ દ્વારા રોડ ઉપર થીગડા મારવાનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. 2006માં ડુમસ ગામને સુરત મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું હતું. ‘18 વર્ષ થઈ ગયા છતાં પણ રોડ સારા બન્યા નથી’નો ભીમપોર ગામના લોકોએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર અને મહિલા પેજ પ્રમુખ ફોટો સેસન્સ માટે આવતા હતા, પરંતુ આ ઘટના બનતા અડધે રસ્તેથી પરત ફરવાનો વારો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો