મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાપરમાં જર્જરિત ગેલેરીનો ભાગ ધરાશાયી, વાહનોને મોટા પાયે નુકસાન

કચ્છના રાપરમાં એસટી ડેપો નજીક એક જર્જરિત ઇમારતનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જાહેર માર્ગ પર દ

કચ્છના રાપરમાં એસટી ડેપો નજીક એક જર્જરિત ઇમારતનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જાહેર માર્ગ પર દીવાલ અને સ્લેબનો કાટમાળ પડતા નીચે પાર્ક કરેલા અનેક વાહનો દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા જ નગરપાલિકા અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ ઘટના બાદ રાપર શહેરમાં રહેલી અન્ય ભયજનક અને જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટે સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.  

આ સમાચાર શેર કરો