મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO: વાયદા બજારમાં તેજી; ઇમ્પોર્ટ ડ્યૂટી વધતા ચાંદીમાં ₹21,000 અને સોનામાં ₹10,000નો તોતિંગ ઉછાળો!

કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની

 કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત શુલ્ક) 6%થી વધારીને 15% કરવાના નિર્ણયની બજાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદી બંનેમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

ચાંદીમાં ₹21,000થી વધુનો ઉછાળો 

આંકડા મુજબ, ચાંદીના ભાવમાં અત્યંત પ્રચંડ તેજી જોવા મળી છે. 

વર્તમાન ભાવ: ₹3,00,457.00

વધારો: એક જ દિવસમાં ₹21,395.00નો જંગી ઉછાળો (+7.67%) નોંધાયો છે.

દિવસની ઉચ્ચ સપાટી (High): ચાંદી આજે ₹3,01,429.00ના સ્તરે પહોંચી હતી.

અગાઉનું બંધ (Prev. Close): ₹2,79,062.00.

સોનામાં ₹10,000થી વધુની તેજી

સોનાના ભાવમાં પણ સરકારી નિર્ણયની આકરી અસર દેખાઈ રહી છે.

વર્તમાન ભાવ: ₹1,63,996.00

વધારો: સોનામાં ₹10,554.00નો વધારો (+6.88%) જોવા મળ્યો છે.

દિવસની ઉચ્ચ સપાટી (High): સોનું આજે ₹1,64,497.00 સુધી ગયું હતું.

અગાઉનું બંધ (Prev. Close): ₹1,53,442.00.

સરકારના આ નિર્ણય પાછળ સોનાની આયાત ઘટાડવી અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઓછું કરવાનો હેતુ હોવાનું મનાય છે, પરંતુ સ્થાનિક બજારમાં લગ્નસરાની સીઝન પૂર્વે જ ભાવ વધતા સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી શકે છે.

આ સમાચાર શેર કરો