Video: છોટાઉદેપુર જિલ્લામાં ગત વર્ષ કરતાં ટીબીના દર્દીઓમાં થયો નોંધપાત્ર વધારો, આરોગ્ય અધિકારીએ કર્યો લૂલો બચાવ
એક તરફ સરકાર ક્ષય નિર્મૂલનનો દાવો કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામા
એક તરફ સરકાર ક્ષય નિર્મૂલનનો દાવો કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિ ઉલટી જોવા મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૬૯૦ દર્દીઓ સામે વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંકડો વધીને ૧૭૯૪ પર પહોંચ્યો છે. જિલ્લાના સાતેય તાલુકાઓમાં ટીબીના કેસ વધતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીના મતે નવી ટેક્નોલોજીના કારણે વધુ કેસ શોધી શકાયા છે, પરંતુ સ્થાનિકો તેને અધિકારીઓની નિષ્કાળજી ગણાવી રહ્યા છે.
ક્ષયના દર્દીઓમાં થતો વધારો ચિંતાજનક
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૬૯૦ ટીબીના દર્દીઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૭૯૪ દર્દીઓ ચોપડા ઉપર નોંધાયા હતા. ક્ષયના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ હાલ તો દર્દીઓનો વધારો થવા પાછળ નવી ટેક્નોલોજીથી દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ સરકાર ક્ષયના રોગને નાબૂદ કરવા માટે અનેક ઝુંબેશો ચલાવે છે અને કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પણ છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓની નિષ્કાળજી બહાર આવી છે. દિવસેને દિવસે ક્ષયના દર્દીઓમાં થતો વધારો ચિંતાજનક છે.




