VIDEO: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, પ્રાત: આરતીનો ભાવિ ભક્તોએ લીધો લાભ
આજે મહાશિવરાત્રિનો અવસર છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હ
આજે મહાશિવરાત્રિનો અવસર છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા.
હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજ્યુ
સોમનાથ મંદિરના મંદિર ટ્રસ્ટ અને પોલિસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથમાં ભકતોનુ ઘોડાપુર જોવા મળ્યું હતું.
મહાશિવરાત્રિ એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવ
મહાશિવરાત્રિ એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવસ છે. પવિત્ર શ્રાવણ માસ પછી મહાશિવરાત્રી પર્વમાં ભગવાન શિવના ભક્તો દ્વારા વિવિધ પ્રકારની પુજા તેમજ અભિષેક કરવામાં આવતાં હોય છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે.






