મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : SG હાઈવે પર સાઈકલિંગ કરતા ડોક્ટર અને મહિલાને અડફેટે લેનાર કારચાલક પરમ વોરા ઝડપાયો

અમદાવાદમાં 23મી નવેમ્બરે SG હાઈવે પર હાઈકોર્ટ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક

અમદાવાદમાં 23મી નવેમ્બરે SG હાઈવે પર હાઈકોર્ટ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક SUV કારચાલક બે સાઇકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાઇકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતાં. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે SUV ચાલક પરમ ઉદય વોરાની ધરપકડ કરી લીધી છે. 

દારુના નશામાં અકસ્માત સર્જ્યો  હોવાનો પણ દાવો

23મી નવેમ્બરે વહેલી સવારે હાઇકોર્ટ બ્રિજ પર હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાઈકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની SUV આવી અને સાઇકલ ચાલક ડો.અનિસ તિવારી અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ હતો. પોલીસ સીસીટીવીના આધારે કાળા રંગની SUV ચાલક પરમ ઉદય વોરાને ઝડપી લીધો છે. પરમે વસ્ત્રાપુરની સોસાયટીમાં દારુની મહેફિલ માણી હતી અને દારુના નશામાં અકસ્માત કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. પોલીસના મતે આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. તે અંગેના કોઈ પુરાવા હજુ નથી મળ્યા.

આ પણ વાંચો : જુનાગઢના સાધુના વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો, ભોગ બનનાર યુવતી નહીં, ટ્રાન્સઝેન્ડર

કોણ છે પરમ વોરા?

પોલીસે જણાવ્યું કે, પરમ વોરા અકસ્માત સમયે કારમાં એકલો જ બેઠો હતો તેવી  માહિતી પ્રાથમિક તપાસમાં મળી છે. CCTVમાં પણ આજ પ્રકારના પુરાવા મળ્યા છે. 29 વર્ષીય પરમ વોરા છારોડીમાં રહે છે, અને તેની પ્રોપરાઈટી ફર્મ છે. તે સર્જિકલ સાધનો બનાવવાનો બિઝનેસ કરે છે. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.

પોલીસે 100થી વધુ CCTV કેમેરા ચેક કર્યા 

આરોપી કેવી રીતે ઝડપાયો તે અંગે પોલીસે જણાવ્યું હતું કે, 'સીટીટીવી કેમેરામાં પરમ વોરાએ તેની કાર ખોટી રીતે ઓવરટેક કરી હતી તેવું ધ્યાને આવ્યું હતું. ઘટના બાદ 100થી વધુ CCTV  કેમેરા ચેક કર્યા હતા, જેમાં પહેલા તો કારનો અડધો નંબર મળ્યો હતો, ત્યાર બાદ કારના મોડલ નંબર અને કલરથી તપાસ કરી, તો એક કારનો નંબર તેની સાથે મેચ થયો હતો. આ સાથે વસ્ત્રાપુરની જે સોસાયટીમાંથી તે નીકળ્યો હતો તેના CCTV પણ ચેક કરાયા હતા.

અકસ્માત બાદ કાર રિપેર કરવા મુકી ગયો હતો 

અકસ્માત સર્જ્યા બાદ પરમ તેની કારને મિકેનિક પાસે રિપેર કરાવવા લઈ ગયો હતો અને પોતે ઉદયપુર જવાનો છે ચાર દિવસ પછી આવશે તેવું કહી જતો રહ્યો હતો. પોલીસે મિકેનિકની પૂછપરછ કરતા આખરે અકસ્માત સર્જનારની ઓળખ પાકી થઈ હતી.

આ સમાચાર શેર કરો