Ahmedabad news: સનાથલથી ગાંધીનગર સુધી SG હાઈવેને સર્વિસ રોડ સાથે ડેવલપ કરાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવેને સર્વિસ રોડ સાથે ડેવલપ કરવામાં આવશે. એક કિલોમીટ
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવેને સર્વિસ રોડ સાથે ડેવલપ કરવામાં આવશે. એક કિલોમીટરના ડેવલપમેન્ટ બાદ કોર્પોરેશને નિર્ણય કર્યો કે 30 કિલોમીટરના એસજી હાઈવેને સર્વિસ રોડ સાથે ડેવલપ કરાશે. સનાથલથી ગાંધીનગર સુધીના રોડને ડેવલપ કરાશે. આ કામ જૂની એજન્સી પાસેથી આંચકી નવી એજન્સી યુ.એન.મેહતા ફાઉન્ડેશનને કામ સોંપવામાં આવ્યું છે. પારેખ એસોસિએટ્સને ધીમી કામગીરી બાબતે અનેક નોટિસો આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન મોટેરા, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ અને બોડકદેવના પ્લોટની હરાજી કરી તેમાંથી આવક મેળવશે. આ પાંચેય પ્લોટની અપસેટ વેલ્યુ રૂપિયા 528 કરોડ નક્કી કરવામાં આવી છે.




