VIDEO: ગોધરા શહેરના પેટ્રોલપંપ પર પેટ્રોલની ભારે અછત, સ્થાનિકોમાં મચી દોડધામ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પેટ્રોલપંપ પર પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે, જેના ક
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પેટ્રોલપંપ પર પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને શહેરની મધ્યમાં આવેલા જાણીતા બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પર ફરી એકવાર 'પેટ્રોલ નથી'ના બોર્ડ લાગી જતાં સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ છે. પેટ્રોલપંપના ડીલરોના અનુમાન મુજબ, હાલમાં ખેતીની સિઝન અને લગ્નગાળો ચાલતો હોવાથી પેટ્રોલ-ડીઝલની માંગમાં અચાનક મોટો વધારો થયો છે.
બીજી તરફ, શનિ-રવિવારની રજાઓને લીધે ઓઇલ કંપનીઓમાંથી ઇંધણના ટેન્કરો સમયસર પેટ્રોલપંપ સુધી પહોંચી શક્યા નથી, જેથી આ કટોકટી સર્જાઈ છે. આ અછતને કારણે અનેક વાહનચાલકોને ઉનાળાની કાળઝાળ અને અસહ્ય ગરમી વચ્ચે પણ ઇંધણ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.


