VIDEO: શહેરામાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ, પારો 40 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત
રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત્ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં ગરમીનો પારો 40
રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત્ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. અંગ દઝાડતી ગરમીને કારણે અણીયાદ ચોકડી અને સિંધી ચોકડી જેવા મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસામ જોવા મળ્યા હતા.
લોકો ગરમીથી બચવા માટે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે મુસાફરો મોઢે રૂમાલ અને દુપટ્ટા બાંધી રક્ષણ મેળવી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ, ઠંડી છાશ અને તરબૂચ જેવા પાણીદાર ફળોનો સહારો લઈ રહ્યા છે.


