VIDEO: ગોધરામાં દિવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત, કોન્ટ્રાક્ટરની બેદરકારીનો લાગ્યો આક્ષેપ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં શ્રમિક કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમના 4 વર્ષના પુત્ર કિશન ઝાલૈયાનો સમાવેશ થાય છે.
બંને ગોધરા તાલુકાના દયાળ ગામના વતની હતા. દિવાલ પડતા ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.



