મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'સખત તાવ છે, પેઇનકિલર લઈને લડી રહ્યો છું': જંતર-મંતર આંદોલન વચ્ચે અભિજીત દીપકેની તબિયત લથડી

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોકર

તસવીર: gstv

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રમુખ અભિજીત દીપકેની તબિયત લથડી છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સખત તાવ (High Fever) અને શરીરના અસહ્ય દુખાવાથી પીડાઈ રહ્યા છે અને હાલમાં પેઇનકિલર (Painkillers - દર્દનિવારક દવાઓ) ના સહારે કામ કરી રહ્યા છે.

આંદોલનકારીઓની માફી માગી, સાંજે પાછા ફરવાનો આપ્યો ભરોસો

અભિજીત દીપકેએ પોતાના નિવેદનમાં આંદોલન સ્થળે ગેરહાજર રહેવા બદલ માફી માગતાં કહ્યું હતું કે, "જો હું આજે જંતર-મંતર પર જોવા ન મળું તો તે માટે માફી માગું છું. મને થોડા કલાકો આરામ કરવાની અને તબિયતમાં સુધારો લાવવાની જરૂર છે." તેમણે સમર્થકોને ભરોસો આપ્યો હતો કે તબિયતમાં થોડો સુધારો થતાં જ તેઓ સાંજે જંતર-મંતર પર ધણા સ્થળે (Protest Site) પરત ફરી જશે.

જંતર-મંતર પર ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો CJP નો ગંભીર આરોપ

બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ એક મોટો આરોપ લગાવતા દાવો કર્યો છે કે જંતર-મંતર વિસ્તારમાં જ્યાં પાર્ટીના સમર્થકો ધરણા પર બેઠા છે, ત્યાં ઇન્ટરનેટ સેવાઓ (Internet Services) બંધ કરી દેવામાં આવી છે.

સીજેપીએ આ પગલાં સામે સવાલો ઉઠાવતા પૂછ્યું કે, "શું સરકાર ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓ પર વધુ એક પોલીસ એક્શન (Police Action) કે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે?"

અભિજીત દીપકેની બીમારી અને ઇન્ટરનેટ સેન્સરશિપના આરોપો વચ્ચે વાતાવરણ વધુ ગરમાયું છે. જોકે, આ અંગે સરકાર કે સ્થાનિક પ્રશાસન (Administration) તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો