મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર : જાહેરમાં તમંચો બતાવી યુવકનું શક્તિ પ્રદર્શન, એસઓજીએ કરી ધરપકડ

સુરેન્દ્રનગરના ચુડા ચોકડી રોડ પર અંગત અદાવતમાં એક યુવક દ્વારા જાહેરમાં દેશી બનાવટનો

તસવીર: gstv

સુરેન્દ્રનગરના ચુડા ચોકડી રોડ પર અંગત અદાવતમાં એક યુવક દ્વારા જાહેરમાં દેશી બનાવટનો તમંચો બતાવી લોકોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. પ્રવીણ ભાંભળા નામના યુવકના આ શક્તિ પ્રદર્શનનો વિડીયો પીડિત પરિવારે ઉતારી પોલીસને રજૂ કર્યો હતો. સ્થાનિક પોલીસે ગુનો ન નોંધતાં અંતે SOG પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી દેશી તમંચો અને જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો