VIDEO: સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ બન્યો અકસ્માતનું એપિસેન્ટર
સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ રિવરફ્રન્ટ વાહનચાલકો માટે અકસ્માતનું એપિસેન્ટ

સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ રિવરફ્રન્ટ વાહનચાલકો માટે અકસ્માતનું એપિસેન્ટર બની ગયો છે.રાત્રિ દરમિયાન અહીં એકપછી એક ૩ વાહનોના અકસ્માત સર્જાયા હતા, જેમાં બે બાઇક, એક ટ્રક અને એક ટેમ્પો ચાલક અકસ્માતનો શિકાર બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની ઘોર બેદરકારીના કારણે રિવરફ્રન્ટ એટલો લપસણા રોડ-રસ્તા સાથે બનાવવામાં આવ્યો છે કે વરસાદ પછી વાહનોમાં બ્રેક જ લાગતી નથી, જેના કારણે વાહનો સ્લીપ થઈ રહ્યા છે. 6 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલો નવો જ રિવરફ્રન્ટ કામગીરીની દ્રષ્ટિએ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો છે અને તંત્રની આ નિષ્ફળતાનું પરિણામ હાલ નિર્દોષ શહેરીજનો ભોગવી રહ્યા છે.
