Video: સુરેન્દ્રનગરનો આગરવા ડેમ ઓવરફ્લો, લખતર-વિરમગામ હાઇવે પર પાણી ભરાયા
Video: Agarwa Dam overflows, Lakhtar-Viramgam highway flooded | સુરેન્દ્રનગર જિલ્લાના છારદ અને વિઠ્ઠલગઢ નજીક આવેલ આગરવા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવર ફલો થતા&n
સુરેન્દ્રનગર જિલ્લાના છારદ અને વિઠ્ઠલગઢ નજીક આવેલ આગરવા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવર ફલો થતા લખતર-વિરમગામ હાઇવે પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નર્મદા વિભાગે કડીથી આવતી મુખ્ય નર્મદા કેનાલમાંથી સૌરાષ્ટ્રની શાખા કેનાલમાં 2400 ક્યુસેક પાણી છોડ્યું, જેમાંથી 1400 ક્યુસેક પાણી આગરવા ડેમમાં છોડવામાં આવ્યું. આના પરિણામે ડેમ ઓવરફ્લો થયો અને હાઇવે પર પાણી ભરાયું.
વરસાદ બાદ સુરેન્દ્રનગરના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેનાથી જળાશયો બે કાંઠે થયા છે. જોકે, હાઇવે પર પાણી ભરાવાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.


