મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SURENDRANAGARના 7 તાલુકાઓમાં મેઘમહેર, ખેડૂતોમાં આનંદનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લાના 7 તાલુકાઓમાં તાજેતરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાક

સુરેન્દ્રનગર જિલ્લાના 7 તાલુકાઓમાં તાજેતરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે. લીંબડી, ધ્રાંગધ્રા, થાનમાં અડધો ઈંચ સુધી વરસાદ જયારે ચોટીલામાં  1 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. જયારે હવામાન વિભાગે સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદની આગાહી કરી છે, અને હાલમાં ધીમો વરસાદ શરૂ થયો છે. આ વરસાદથી ખેતીને ફાયદો થયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, મૂળી અને ચોટીલાના ખેડૂતોએ વરસાદના કારણે રાહતનો શ્વાસ લીધો છે.

આ સમાચાર શેર કરો