VIDEO: સુરેન્દ્રનગર : ચર્ચાસ્પદ ગેડિયા એન્કાઉન્ટર કેસમાં નવો વણાંક, કોર્ટે એસઆઈટીની સી-સમરી રદ કરી
સુરેન્દ્રનગરના ગેડિયા ગામના ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસમાં મોટો વ

સુરેન્દ્રનગરના ગેડિયા ગામના ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસમાં મોટો વણાંક આવ્યો છે. વર્ષ ૨૦૨૧માં પિતા હનીફખાન અને 13 વર્ષના માસૂમ પુત્ર મદિનખાનના એન્કાઉન્ટર મામલે SIT દ્વારા ફાઇલ કરાયેલી C-સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધી છે. પુરાવાઓમાં ભારે વિસંગતતા જણાતાં કોર્ટે તપાસ અધિકારીઓની કડક ઝાટકણી કાઢી હતી અને આરોપી પોલીસકર્મીઓને ખોટી રીતે બચાવવામાં આવી રહ્યા હોવાનું અવલોકન કર્યું હતું. ધ્રાંગધ્રા કોર્ટે C-સમરી રદ કરીને PSI સહિત તમામ ૭ આરોપી પોલીસકર્મીઓને સમન્સ પાઠવી ઓગસ્ટ મહિનાથી કેસ આગળ ચલાવવાનો આદેશ આપ્યો છે.




