VIDEO: ઝઘડિયામાં મેઘતાંડવ, પાંચ ઈંચ વરસાદથી અનેક માર્ગો બંધ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માત્ર આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા જળસૈલાબ જેવી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માત્ર આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા જળસૈલાબ જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોલી ડેમ એલર્ટ સ્તરે પહોંચતા આસપાસના બારથી વધુ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજપારડી-ભલોદ, રાજપારડી-અવિધા અને ગુડેચા-આમલઝર માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. રાજપારડી નજીકની ખાડી ઓવરફ્લો થતાં અનેક આંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. વાલિયા-વાડી માર્ગ પર ડહેલી-રાજપરા પાસેના ડાયવર્ઝન પર નદીનું પાણી ફરી વળતાં ડાયવર્ઝન ધોવાઈ ગયું અને વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. ઝઘડિયા-લીમોદ્રા માર્ગ પર જૂનું આમલીનું ઝાડ ધરાશાયી થતાં આ માર્ગ પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.

