VIDEO: ઝઘડિયામાં સ્ટોક કીપરનું કારસ્તાન, એજન્સી માલિકને અંધારામાં રાખી 956 ગેસ સિલિન્ડરનો વહીવટ કરી નાંખ્યો!
યુદ્ધની સ્થિતિમાં જનત ગેસ સિલિન્ડર માટે ફાંફા મારી રહી છે. આ સ્થિતિમાં ભરૂચના
યુદ્ધની સ્થિતિમાં જનત ગેસ સિલિન્ડર માટે ફાંફા મારી રહી છે. આ સ્થિતિમાં ભરૂચના ઝઘડિયામાં એક સાથે 956 ગેસ સિલિન્ડર ગાયબ થઈ જતા ચકચાર મચી છે. એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડરનો આટલો મોટો જથ્થો ગાયબ કરી બારોબાર વહીવટ કરી નાંખવામાં આવ્યો હતો. ગેસ એજન્સીના માલિકને અંધારામાં રાખી સ્ટોક કીપર જ સિલિન્ડરનો બારોબાર વહીવટ કરી નાંખ્યો, જે બાદ એજન્સી માલિકે સ્ટોકકીપર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.




