મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝઘડિયામાં મિની બસ સામે વિદ્યાર્થીઓનો હોબાળો, ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરાયા!

ભરૂચના ઝઘડિયા એસટી ડેપોમાંથી ઉપડતી ભરૂચ રૂટની બસને કોલેજના વિદ્યાર્થીઓએ

તસવીર: gstv

ભરૂચના ઝઘડિયા એસટી ડેપોમાંથી ઉપડતી ભરૂચ રૂટની બસને કોલેજના વિદ્યાર્થીઓએ ચાર રસ્તા પર અટકાવી ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ડેપો દ્વારા મોટી બસના બદલે મિની બસ મૂકવામાં આવે છે, જેના કારણે રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એકલા ઝઘડિયાથી જ 70થી વધુ પેસેન્જરો હોય છે, ત્યારે રાણીપુરા, ગુમાનદેવ, ગોવાલી અને મુલદ ગામના મુસાફરો માટે કોઈ વ્યવસ્થા જ બચતી નથી. આ અંગે વિદ્યાર્થીઓએ 112 પર કોલ કરીને પોલીસ બોલાવી હતી, પરંતુ પોલીસે 'તમે જાણો અને ડેપો જાણે' તેમ કહી પલ્લું ઝાડી લીધું હતું. આખરે ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ઘેટાં-બકરાની જેમ ગીચોગીચ ભરીને મિની બસ ભરૂચ રવાના કરાઈ હતી. વિદ્યાર્થીઓએ વેધક સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની? તંત્ર તાત્કાલિક મોટી બસ શરૂ કરે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો