મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજી પંથકમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા, સવારે કોંગ્રેસમાં જોડાયેલા સરપંચે સાંજે ફરી કેસરીયો ખેસ પહેર્યો!

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં માત્ર ગણતરીના કલાકોમાં જ હાઈવોલ્ટેજ રાજકી

તસવીર: GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં માત્ર ગણતરીના કલાકોમાં જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો છે,  સવારે કોંગ્રેસમાં જોડાયેલા પાટણવાવના સરપંચે સાંજ પડતા જ ભાજપમાં 'ઘર વાપસી' કરી છે. પાટણવાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયાએ સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો, પરંતુ કલાકોમાં જ મોટો યુ-ટર્ન લેતા તેઓ પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરી 'કેસરિયો' ધારણ કરી ભાજપમાં પરત ફર્યા છે.

સરપંચે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય કોઈપણ દબાણ વગર, સ્વેચ્છાએ અને મૂળ પ્રવાહમાં રહેવાના હેતુથી લેવામાં આવ્યો છે. સવારે કોંગ્રેસ દ્વારા કરાયેલા સ્વાગતે માત્ર ઔપચારિકતા ગણાવીને સરપંચે ફરી ભાજપમાં શ્રદ્ધા વ્યક્ત કરી છે. થોડા જ સમયમાં થયેલા આ ઉલટફેરને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. 

આ સમાચાર શેર કરો