VIDEO / RAJKOT: ચૂંટણી પહેલા ધોરાજીના છાડવાવદરમાં લલિત વસોયાએ પાડ્યો મોટો ખેલ, ભાજપને ઝટકો!
રાજકોટના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. છાડવાવદર ગ્રામ પંચાય
રાજકોટના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને 50થી વધુ કાર્યકરો ભાજપને રામ-રામ કરી કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં પડેલા આ ગાબડાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પક્ષ છોડનારા આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, વિકાસના કામોમાં અન્યાય અને કાર્યકરોની સતત અવગણના થતી હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે.


