મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને એક દિવસમાં સતત બીજો ઝટકો, લલિત વસોયાનું મોટું નિવેદન

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં ભાજપ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં ભાજપમાં ભંગાણ થયું છે. પાટણવાવ ગ્રામપંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને એક દિવસમાં આ સતત બીજી વખત ઝટકો લાગ્યો છે.

પાટણવાવ ગામના ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામપંચાયતના સભ્યો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ગઢમાં ગાબડું પાડ્યું છે.

આજે (9 એપ્રિલ 2026) સવારે છાડવાવદર ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ઉપસરપંચ સહિતનાઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ થયા હતા. પાટણવાવ ગ્રામપંચાયતના સભ્યો અને પાટણવાવના ભાજપના કાર્યકરોએ જૂથવાદથી કંટાળીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

ધોરાજી તાલુકામાં ભાજપમાં સતત ભંગાણને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહેન્દ્ર પાડલીયાના ગઢમાં ગાબડું પાડનારા લલિત વસોયાની રણનીતિથી રાજકારણમાં ગરમાવો થયો છે.

આ સમાચાર શેર કરો