VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
ગુજરાત રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ
ગુજરાત રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનના આગમન પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. એકતા નગરમાં વિશાળ એકતા પરેડ યોજાનાર છે, જેના માટે મુખ્ય માર્ગ ઉપર મંચ નિર્માણ, સજાવટ અને વ્યવસ્થાની કામગીરી જોરશોરથી ચાલુ છે.
વિશેષ મંડપ પણ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર
વડાપ્રધાન જ્યાં બેસવાના છે તે વિશેષ મંડપ પણ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન બે દિવસ સુધી એકતા નગર ખાતે રોકાણ કરશે અને પરેડ દરમ્યાન વિવિધ રાજ્યની સંસ્કૃતિઓ તથા સુરક્ષા દળોની ટુકડીઓ પોતાના પ્રદર્શન દ્વારા એકતાનું સંદેશ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગો શણગારવામાં આવ્યા છે અને ઠેરઠેર વડાપ્રધાનના સ્વાગત હોડિંગ લગાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ટ્રાફિક, સુરક્ષા અને સ્વચ્છતાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે



