મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સરદાર સરોવર ડેમની સપાટી 135 મીટર પાર જતાં ઓવરફ્લો થવાની તૈયારી

Video: ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

Video: ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે. આ સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર પાર પહોંચી છે. નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલી 48,635 ક્યુસેક પાણી છોડાયું છે. 

રાજ્યના સૌથી મોટા એવા સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક નોંધાતા સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર પાર પહોંચી છે. ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી  135.35 મીટર પર પહોંચી છે. ડેમના RBPH-CHPH  પાવર હાઉસ પણ ચાલુ કરી દેવાયા છે. આ સાથે નર્મદા નદીમાં 48,635 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમ છલોછલ ભરાવવામાં માત્ર 3.33 મીટર જ બાકી છે. હાલ નર્મદા ડેમ 89 ટકા જેટલો ભરાયો છે. 
 

આ સમાચાર શેર કરો