મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઇ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગનો રસ્તો ધોવાયો, થોડા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો રોડ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી તરફ જતો રસ્તો

ગુજરાતમાં ભારે વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી તરફ જતો રસ્તો વરસાદમાં ધોવાઇ ગયો હતો. ડભોઇ પાસે દેવનું પાણી રસ્તા પર આવી ગયું હતું જેને કારણે આખો રોડ જ ધોવાઇ ગયો હતો.

ડભોઇમાં રોડ ધોવાયો

ડભોઇ-વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણીએ નવો બનેલો ડામરનો રોડ ધોઇ નાખ્યો હતો. થોડા માસ પહેલા જ નવો બનાવવામાં આવેલો રોડ દેવ નદીના વહેણમાં ધોવાઇ ગયો હતો. સોમવાર રાતથી જ ડભોઇ-વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક ઢાઢર નદીના પાણી વહેતા થયા હતા.

પરિણામે મંગળવારે ડભોઇ અને વડોદરા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણ સાથે જ રોડ ધોવાઇ ગયો હતો. વડોદરા-ડભોઇ થઇ સ્ટેચ્યુ ઓફ યૂનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવીન બનેલા નવા રોડનું જ ધોવાણ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ નગરજનોએ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો