મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દેવભૂમિ દ્વારકામાં સરકારી જમીન પરથી ધાર્મિક દબાણો દૂર કરાયા, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન

દેવભૂમિ દ્વારકામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ શરૂ

દેવભૂમિ દ્વારકામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. ઓખા-દ્વારકા હાઈવે પર રૂપણ બંદર પાસે સર્વે નંબર 32 અને 34 માંથી કુલ 532 ચોરસ મીટર જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહીમાં અંદાજિત 93.10 લાખની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં કોઈ ખુલાસો ન કરાતા આ કડક પગલું ભરાયું છે. આગામી ત્રણ દિવસ સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બુલડોઝર ફરી વળશે.

આ સમાચાર શેર કરો