મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.. જેમાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાનો ભાટવડીયા-ગોકલપર મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માત ઝોન બની ગયો છે.

 દર્દીઓ માટે આ રસ્તો આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે

શાળાએ જતા બાળકો અને હોસ્પિટલ જતા દર્દીઓ માટે આ રસ્તો આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા વારંવારની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કંટાળેલા ગ્રામજનોએ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં, સ્થાનિક તંત્રની ઢીલી નીતિને કારણે હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી..

આ સમાચાર શેર કરો