VIDEO: દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામમાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબ્યા, 2ના મોત
દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના
દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. ધાર્મિક કાર્યક્રમમાં રમકડાં વેચવા આવેલા શ્રમિક પરિવારના ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા, જેમાં ૧૨ વર્ષીય રાજીવ અને ૧૦ વર્ષીય અજયનું મૃત્યુ થયું છે. અન્ય એક બાળકને ગંભીર હાલતમાં જામનગર હોસ્પિટલ ખસેડાયો છે. મૃતક બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે શોક અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



