મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ 99 ટકા ભરાયો, ડેમના 6 દરવાજા ખોલાયા

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ તમામ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ગીર- સોમનાથમાં

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ તમામ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ગીર- સોમનાથમાં ભારે વરસાદના પગલે રાવલ ડેમ 99 ટકા ભરાઈ જતા ડેમના 6 દરવાજા પૈકી 4 દરવાજા ખોલવામા આવ્યા છે. ઉના તાલુકાના તથા ગીરગઢડા તાલુકાના નિચાણવાળા 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ ગામો એલર્ટ પર

ચિખલ કુબા 
જસાધાર
ધોકડવા
મોહબતપરા 
કાંધી
પાતાપર
ઉમેજ
સામતેર
કાણકબરડા
રામેશ્વર
ગરાળ
મોઠા

સૌરાષ્ટ્રનો સૌથી મોટો  શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાત્રીના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાય ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચી

શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો