મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. 7 દિવ

તસવીર: gstv

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થતાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  કોર્ટે સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા હતા, જેમાં ૪ સગીરોનો સમાવેશ થાય છે, જ્યારે ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આરોપીઓ પરવાનગી વગર ફેક્ટરી ચલાવતા હતા. પોલીસ તપાસ હજુ ચાલુ છે.

આ સમાચાર શેર કરો